ગુરુવાર, 29 ઑગસ્ટ, 2013

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતી - ૨૦૧૩ (બીન સરકારી હાઇસ્કૂલ) 
 ખાલી જગ્યાનુ લીસ્ટ

ઉમેદવારો એ માત્ર હેલ્પલાઇન નંબર ઉપર જ સંપર્ક કરવો. અધિકારીઓ ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવો નહી.

સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.

ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે.    ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે.

ખાસ નોંધ :
  • જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
  • સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )
  • SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.

શનિવાર, 10 ઑગસ્ટ, 2013


સોમવાર, 24 જૂન, 2013

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી

અગત્યની સુચના:

પ્રસ્તુત ભરતી પ્રક્રિયા સંદર્ભે મળેલ રજુઆતો પરત્વે નિયમાનુસારની કાર્યવાહી કરવાને કારણે પ્રસ્તુત પસંદગી યાદીના ઉમેદવારોને મળવાપાત્ર વિકલ્પ બદલાશે. આ કારણે પસંદગી પામેલ ઉમેદવારોએ અગાઉ આપેલ જિલ્લા પસંદગી રદ્દ ગણવામા આવે છે.
તેથી તા. ૨૪/૦૬/૨૦૧૩ ના રોજ ૧૪:૦૦ કલાક સુધીમાં નવેસરથી જિલ્લા પસંદગીનો વિકલ્પ અચુક આપવા નોંધ લેવા વિનંતી છે.

1. ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ ફરીથી ભરો.(ફક્ત મેરીટમાં આવેલ ઉમેદવાર માટે )

2. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક


મેરીટ યાદી

પ્રતીક્ષા યાદી (Waiting list)

સુચના:
૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો ઓનલાઈન વિકલ્પ પસંદગીના
  જીલ્લાના ક્રમ મુજબ હવે પછી સુચના મુજબ અચુક ભરી લેવો. ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ  /  અંગ્રેજી નકલ )
૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. 27.6.2013 ના રોજ જિલ્લા
  શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કરવાની કાર્યવાહીની રૂપરેખા

ખાલી જગ્યાની યાદી

વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨
ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છે
૧૦/૧૦/૨૦૧૨ પછી પાસ કરેલ પરીક્ષાના ગુણ માન્ય ગણાશે નહિ.


ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

શનિવાર, 27 એપ્રિલ, 2013

                તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?

(1)આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. 
(2)જ્યાં એડ ગેજેટ પર  ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. 
(3)ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી વિન્ડો ખુલશે. 
(4)તેમાં નીચે લાલ રંગ વાળુંલખાણ કોપી કરી પેસ્ટ કરો.
  
(5)જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ  ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, MP૩, PDF વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.


(1)આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે.  
(2)આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. 
(3)તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે.
(4)Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) 
(5)ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme 
(6)ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. 
(7) રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. 
(8)આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. (9)દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. 
(10)આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે.
(11)હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. 
(12) જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.